24/07/2022
સાયકલિંગ કલબ જૂનાગઢ ના મેમ્બર દ્વારા તારીખ 23 જુલાઈ ના રાતે નાઇટ રાઈ ડ કરવામાં આવેલ જેમાં 3 સાયકલિસ્ટ સાયકલ લઈ ને જોડાયેલ હતા. વરસતા વરસાદ માં પણ મક્કમ મ ન થી જૂનાગઢ થી નવાગઢ બાયપાસ થઈ ને 37 જવાના અને 37 આવવાના એમ કુલ 74 કિમી સાયકલિંગ કરવા માં આવેલ જેમાં રાજેશ ભાઈ ગાંધી, નિમીષા જેઠવા, દિવ્યેશ ભૂતિયા જોડાયેલ હતા. પિયલોટ અને કોચ કલ્પેશ શાંખલા હતા.
10/07/2022
આમ તો સવારે વરસાદ હોઈ સાયકલ રાઈ ડ માં જવાનું હચું ડચું હતું. પણ મંત્રી રાજેશ ભાઈ અને ધવલ ભાઈ નો ફોન આવ્યો એટલે રાઇડ કરી નાખી. અને તમામે નક્કી કરેલ સમય 2.45 મિનિટ ની અંદર સાયકલ રાઈડ પુર્ણ કરી નાખી.
આજ ના સાયકલિસ્ટો
રાજેશ ગાંધી
ભૂતિયા દિવ્યેશ
જેઠવા નિમીષા
અભંગી મિશરી
વાઢેર અમીષા
વાણવી ધવલ
અભંગી ભાવેશ
ચુડાસમા જયદેવ
શાંખલા કલ્પેશ.
02/07/2022
થઇ જાઓ તૈયાર મોન્સુન રાઈડ
આવવા માંગતા લોકો 8733050111 પર સંપર્ક કરે.
21/06/2022
સાયકલિંગ કલબ જુનાગઢ અને યોગ કલબ જૂનાગઢ ના મેમ્બર દ્વારા વિલીંગટન ડેમ ખાતે યોગ દિવસ ની યોગ દ્વારા ઉજવણી.
03/06/2022
આજ રોજ મહાનગર પાલિકા જૂનાગઢ અને મંતવ્ય ન્યુઝ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાયકલ રાઈડ ની અંદર સાયકલિંગ કલબ જૂનાગઢ ના મેમ્બર અને સાયકલિંગ એસો. ના સ્પર્ધકો એ ભાગ લીધેલ જેની થોડી યાદગાર ક્ષણો.
31/05/2022
*વિશ્વ સાયકલિંગ દિવસ*
સાયકલિંગ એસો. જૂનાગઢ અને સાયકલિંગ ક્લબ જૂનાગઢ
દ્વારા *તારીખ ૩ જૂન ના રોજ વિશ્વ સાયકલિંગ દિવસ*
નિમિતે રા ખેંગાર વાવ ( ઐતિહાસિક ) સુધી ૮ કી.મી. જાવક અને ૮ કી.મી. આવક એમ ૧૬ કી.મી. સાયકલ રાઈડ નું આયોજન કરેલ છે
આ સાયકલ રાઈડ નો હેતુ સાયકલ દિવસ ઉજવવો સાયકલ ચલાવતા લોકોને પ્રોત્સાહન આપવું . આઝાદી કા અમૃત મહોત્સવ,
ફિટ ઇન્ડિયા, અને આપડો ઐતિહાસિક વારસાને જાણવો જેવા છે.
આ સાયકલિંગ રાઈડ અંદર જોડાવા માંગતા લોકો જગદીશ સર 7405746984 તથા
કલ્પેશ સર 8733050111 નંબર પર પોતાનું નામ મેસેજ કરે અથવા આપેલ લિંક https://surveyheart.com/form/629471bc812f8b1562e4cbb3
પર ફોમ ભરી આપે જેથી પ્રમાણપત્ર અને વ્યવસ્થા ની જાણ થાય
સાયકલ રાઈડ અંદર કોઈ એન્ટ્રી ફી રાખેલ નથી
રિપોર્ટિંગ સ્થળ :- મોતીબાગ નો પેહલો ગેઇટ
રિપોર્ટિંગ સમય :- સવારે ૬:૦૦ થી ૬:૧૦
વાવ એ પોંહચવા નો સમય :- ૭:૦૦
રિફરિશમેન્ટ & ફોટોગ્રાફી :- ૭:૦૦ થી ૭:૩૦
પરત નીકળવા નો સમય :-૭:૩૦
30/04/2022
આવતી કાલે.. let's go.. cycling
ભેગા થવા નો સમય :- સવારે 6.00 થી 6.15
ભેગા થવા નું સ્થળ :- બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ
શરૂ થવા નો સમય :- 6.15 સવારે
રજી. માટે લિંક https://surveyheart.com/form/626cf9e74a8aaf49225d5cbd
19/04/2022
જૂનાગઢ નું ગૌરવ..
જૂનાગઢ માંથી પેહલી વાર 3 લોકો એકી સાથે 300km BRM ( સાયકલ રાઈડ ) ની અંદર ભાગ લઈ તમામે સમય મર્યાદા ની અંદર સાયકલિંગ પુર્ણ કર્યું.
ઓ ડેક સ ઇન્ડિયા દ્વારા ભારત માં 100 થી 1200 કિમી સાયકલ રાઈ ડ નું આયોજન કરવા માં આવે છે. તેમાં 300 કિમી પૂરા કરવા માટે 20 કલાક સમય આપેલ હોઈ છે.
ગૌરવ ની વાત તો કે આપડા જૂનાગઢ માંથી 300 કિમી સાયકલિંગ માં સાયકલિંગ કલબ જૂનાગઢ ના 3 મેમ્બર કે જે એક સિનિયર સિટીઝન 63 વરસ ની ઉંમર વાળા રાજેશ ભાઈ ગાંધી કે જે યુવાનો ને પ્રેરણા આપે તેવું સાયકલિંગ કરે છે. સાથે 42 વરસ ના શાંતિબેન દાસા કે જે પોતે હાઉસ વાઇફ તરીકે કામ કરે છે અને બે બાળકો ની માતા પણ છે. તે બાબત પણ યુવતીઓ ને પ્રોત્સાહિત કરે છે. તે રોજ 10 કિમી સાયકલિંગ કરતા અને આજે 300 કિમી સાયકલિંગ કરી આવ્યા અને જૂનાગઢ ના પેહલા મહિલા કે જેમણે આ ખ્યાતિ મેળવેલ છે. સાથે થોડા સમય થી જ સાયકલિંગ કરતા દિવ્યેશ ભૂતિયા માત્ર 18 વરસ ના છે. અને મક્કમ મન થી આગળ વધે છે.
આ તમામે સુરત ખાતે યોજાયેલી 300 કિમી BRM ni અંદર ભાગ લઈ તમામે 18 કલાક 37 મિનિટ ની અંદર આ રાઈડ પૂર્ણ કરી. જે જૂનાગઢ અને સાયકલિંગ ક્લબ જૂનાગઢ માટે ગૌરવની વાત છે.
ખૂબ આગળ વધો અમારો સપોર્ટ તમારી સાથે જ છે.
12/04/2022
ઓ ડેકસ પેરિસ દ્વારા 80 થી વધુ દેશ માં સાયકલિંગ ની રાઈડ નું આયોજન કરે છે. અને ઓડેકસ ભારત અને રાજકોટ રોડેંચર ગ્રુપ દ્વારા તારીખ 9 એપ્રિલ ની રાતે 200 km BRM સાયકલિંગ રાઈડ નું રાજકોટ થી જામનગર અને પરત રાજકોટ એમ આયોજન કરેલ હતું. અને આ 200km 13 કલાક અને 30 મિનિટ ની અંદર પૂર્ણ કરવાની હોય છે.
અને આ ઇન્ટર નેશનલ સાયકલિંગ રાઈડ ની અંદર સાયકલિંગ કલબ જૂનાગઢ ના 10 હોદેદારો અને સભ્યો એ ભાગ લીધો હતો. અને આ સૌ પ્રથમ ઘટના હતી કે જૂનાગઢ ના 10 લોકોએ આવી મોટી ઇવેન્ટ માં ભાગ લીધો હતો. અને આ 200km સાયકલિંગ તમામે સમય મર્યાદા માં પૂર્ણ કરી જૂનાગઢ ને એક ઇન્ટરનેશનલ રાઈ ડ ની અંદર સ્થાન અને ગૌરવ અપાવેલ હતું.
જૂનાગઢ ના 21 વર્ષ થી 63 વર્ષ સુધીના 8 ભાઈઓ અને 2 બહેનો મળી ને 10 સાયકલીસ્ટો એ ભાગ લીધો હતો. 63 વર્ષ ના રાજેશ ગાંધી, 60 વર્ષ ના અનિલ ગામી 47 વર્ષ ના શાંતિ દાસા તથા ભાવેશ અભંગી, કલ્પેશ શાંખલા, જગદીશ પારઘી, ધવલ વાણવી, જીત પરમાર, દિવ્યેશ ભૂતિયા, નિમિષા જેઠવા, તમામે રાઈડ પૂર્ણ કરેલ હતી અને જૂનાગઢ ના સાયકલ સવારો અને સાયકલિંગ કલબ એ અભિનંદન પાઠવેલ હતા.
24/03/2022
આજ કાલ સમાચાર ( 23/3/2022 )
19/03/2022
Rotary Virtual CycloFun 2022
🚴♂️ *50 કિમી સાયકલિંગ રાઈડ*
20 માર્ચ 2022 ના જે
"Cyclofun 2022" ની ઇવેન્ટ છે તે આમ તો વર્ચ્યુલ રાઈડ છે.
*ભાગ લેનાર તમામ ને સાયકલિંગ કલબ જૂનાગઢ તરફ થી પ્રમાણપત્ર અને ગીફ્ટ આપવા માં આવશે.*
પરંતુ સાયકલિંગ કલબ જૂનાગઢ અને તેની સાથે જોડાયેલ સાયકલિસ્ટ જુનાગઢ થી ઇવનગર થઈ મેંદરડા અને બગડું ખાડિયા થઈ જુનાગઢ. 50 કિમી.
* સ્ટોપ અને રેસટ પોઇન્ટ :- મેંદરડા અને આણદ પુર,
અને ત્યાં લાઈટ રિફ્રેશમેંટનુ પણ આયોજન કરેલ છે
તો જે લોકોને આ રૂટમાં સાથે જોડાવું હોય તે લોકો આ મેસેજ નો રીપ્લાય 8733050111 પર કરી કન્ફર્મ કરે.
*રિપોર્ટિંગ સ્થળ :- રાજીવ ગાંધી પાર્ક, ભૂતનાથ ના ફાટક પાસે. કોલેજ રોડ. જુનાગઢ*
રિપોર્ટિંગ સમય :- સવારે 5.30 વાગે.
ઉપડવા નો સમય :- સવારે 5.45 વાગે.
ટોટલ :- 50 કીમી.
આ આયોજન એમ તો
Rajkot Cycle Club
Rotary club of Rajkot નું છે. પણ cycling club junagadh આ ઇવેન્ટ ને સપોર્ટ કરે છે.
નોંધ:
1.આવનારા દરેક રાઇડર્સ અને તેમની સાઇકલ ની જવાબદારી એમની પોતાનીજ રહેશે.
2. રોટરી કલબ નું ઈ સર્ટિ અને મેડલ મેળવવા માંગતા હોય તો વધુ માહિતી માટે ક્લિક કરો :
http://www.cyclofun.org
Rotary Virtual CycloFun 2022
08/03/2022
This is a very unique concept by Rotery Club, Cycling for a Cause “YOU RIDE WE DONATE” this is the most prominent reason of this event
Do join in a very large numbers
*Register* yourself *free* @ www.cyclofun.org Be a part of *World's Biggest Virtual Cycling event* *CYCLOFUN 2022*
19/02/2022
૨૦ તારીખ ખોડલ ધામ સાયકલિંગ રાઈડ રૂટ અને માહિતી
10/10/2021
Registration open...
5km cycling race
All age category
Registration link http://www.holidayadventure.org/upcoming-events.php
More information :- 8733050111
01/09/2021
Open Junagadh MTB cycling Race
U14/U17/U19/Ab19
5/9/21 (sunday)
Regi. Last date 4/9/21
Regi. Link http://www.holidayadventure.org/index.php
8733050111
05/08/2021
100km / 50km / 25km cycling ride on 15th August
register now ...
www.holidayadventure.org
28/07/2021
🌻સાયકલિંગ ક્લબ જૂનાગઢ🚲 ૧/૮/૨૧ રવિવાર ના રોજ ૫૦ કી.મી. સાયકલિંગ રાઈડ નક્કી કરેલ છે.
રૂટ :- મોતીબાગ થી વંથલી થઇ માણેકવાડા અને ત્યાં થી પરત ( કુલ આવક જાવક ૫૦ કી મી.)
ભેગા થવા નું સ્થળ :- મોતીબાગ નો પેહલો ગેટ
સમય :- નામ આવ્યા પછી નક્કી કરી જણાવવા માં આવશે.
સંપર્ક :-7405746984 નંબર પર
તમારું નામ વોટ્સએપ કરો.🚲
24/07/2021
Congratulations to team India for winning first medal silver in weightlifting-mirabai chanuTokyo 2020 💐💐💐
18/07/2021
આપડે સૌ જે ૨૦૦ કી.મી. BRM મિશન સાથે આગળ વધી વધી રહ્યા છે. તો આજે આપડી સાથે ડો. અતુલ ઠેસીયા અને કુંજનભાઈ દેત્રોજા કે જેમણે આ ૨૦૦ કી.મી. BRM અગાવ પૂર્ણ કરેલ છે. અને આજ ની રાઈડ માં આપડી સાથે સાયકલ ચલાવી બીજા સાયકલિસ્ટ ને પ્રોત્સાહન પૂરું પડેલ તો આ બંને મિત્રો નો આભાર💐
18/07/2021
ખાસ વધુ અભીનંદન આ બંને બેહનો શાંતી બેન દાસા અને કમોથી પૂજા એ કે જેને આ પરિક્રમા ખુબ સારી રીતે હિંમત ભેર પૂર્ણ કરેલ.
સાયકલિંગ ક્લબ જૂનાગઢ વતી ખુબ અભિનંદન
18/07/2021
સાયકલિંગ ક્લબ જૂનાગઢ દ્વારા આજ રોજ સાયકલિંગ દ્વારા ગિરનાર પરિક્રમા એટલે ગિરનાર ફરતે ૭૦ કી મી. સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૩૯ સાયકલ સવારો એ ભાગ લીધો હતો. અને સફળતા પૂર્વક ઇવેન્ટ પૂર્ણ કરી હતી. જેની થોડી યાદો
10/07/2021
સાયકલિંગ ક્લબ જૂનાગઢ દ્વારા આયોજિત ૫૦ કી મી સાયકલિંગ રાઈડ ૪૨ લોકો એ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતી તેની થોડી ઝલક અને આ સફળતા ને પ્રોત્સાહન આપવા માટે તમામ ને મેડલ થી સન્માનિત કરેલ હતા. પણ અમારું મિશન ૨૦૦ કી.મી. BRM નું છે. જય ભારત
27/06/2021
Media coverage of world yoga day organized by Cycling club junagadh & holiday adventure activity
Thanks sandesh news, aaj kal news, gujarat samachar, aapdu junagadh, rajsthan patrika, fullchab news
18/06/2021
*સાયકલિંગ ક્લબ જૂનાગઢ* દ્વારા આયોજિત
" *મિશન ૨૦૦ કી.મી. BRM* " ના ભાગ રૂપે સાયકલ રાઈડ.
આ રાઈડ રવિવારે ૨૦/૬ /૨૧ ના રોજ જીમખાના, ટાઉનહોલ પાસે. અને ત્યાં થી ખડિયા થઈ આણંદ પૂર ડેમ અને ત્યાં થી પરત જીમખાના ટાઉનહોલ પાસે એમ આવક જાવક કુલ ૨૪ કી.મી. ની સાયકલ રાઈડ નું નક્કી કરેલ છે.
ભેગા થવા નો સમય :- સવારે ૬ થી ૬:૧૦
૨૪ કી મી નો સમય :- ૧ કલાક ૨૦ મિનિટ
13/06/2021
Photos from Cycling club junagadh's post
13/06/2021
સાયકલિંગ ક્લબ જૂનાગઢ દ્વારા આયોજિત
"મિશન ૨૦૦ કી.મી. BRM " ના ભાગ રૂપે સાયકલ રાઈડ.
આ રાઈડ રવિવારે ૧૩ /૬ /૨૧ ના રોજ મોતીબાગ ના પેહલા ગેટ ( ઇન્દિરા ગાંધી ના પૂતળા પાસે ) થી મધુરમ અને ત્યાં થી પૂરો ધોરાજી બાય પાસ અને ત્યાં થી પરત મોતીબાગ એમ આવક જાવક કુલ ૨૭ કી.મી. ની સાયકલ રાઈડ હતી અને સવારે ૬ : ૧૫ એ રાઈડ શરુ કરી હતી અને તામામ ૨૨ લોકો એ ૧ કલાક અને ૨૫ મિનિટ ની અંદર પૂર્ણ કરેલ હતી. આ રાઈડ ની થોડી ઝલક
11/06/2021
સાયકલિંગ ક્લબ જૂનાગઢ દ્વારા આયોજિત
"મિશન ૨૦૦ કી.મી. BRM " ના ભાગ રૂપે સાયકલ રાઈડ.
આ રાઈડ રવિવારે ૧૩ /૬ /૨૧ ના રોજ મોતીબાગ ના પેહલા ગેટ ( ઇન્દિરા ગાંધી ના પૂતળા પાસે ) થી મધુરમ અને ત્યાં થી પૂરો ધોરાજી બાય પાસ અને ત્યાં થી પરત મોતીબાગ એમ આવક જાવક કુલ ૨૭ કી.મી. ની સાયકલ રાઈડ નું નક્કી કરેલ છે.
ભેગા થવા નો સમય :- સવારે ૬ થી ૬:૧૦
૨૭ કી મી નો સમય :- ૧ કલાક ૨૫ મિનિટ