13/08/2026
Writing
🇮🇳🚴♂️ પાટણ રાઇડર્સ સાયકલિંગ ગ્રુપ દ્વારા મહેશભાઈનું હાર્દિક સ્વાગત 🚴♂️🇮🇳
હરિયાણાથી સાયકલ લઈને સમગ્ર ભારતની યાત્રા પર નીકળેલા મહેશભાઈ આજે પાટણ પધાર્યા. 🙏
લોકોમાં આરોગ્ય અને હેલ્થ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા સંદેશ સાથે તેઓ પોતાની યાત્રા કરી રહ્યા છે. આજે તેમની સાયકલિંગ યાત્રાનો 143મો દિવસ હતો. 🚴♂️🔥
મહેશભાઈનો સંકલ્પ 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પૂર્ણ કરવાનો છે. ભગવાન તેમને આ મહાન યાત્રા માટે ખૂબ શક્તિ, સ્વાસ્થ્ય અને સફળતા આપે એવી પ્રાર્થના. 🙏🚩
પાટણ રાઇડર્સ સાયકલિંગ ગ્રુપની ટીમને આજે મહેશભાઈને મળવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો સુંદર અવસર મળ્યો. તેમની યાત્રાના અનુભવો અને દેશને જાગૃત કરવાનો જુસ્સો સાંભળીને અમને ખૂબ આનંદ થયો. ❤️
મહેશભાઈ, તમે અમારા માટે ગુજરાતના ખાસ મહેમાન છો. 🇮🇳
તમારી યાત્રા શુભ, સફળ અને હંમેશા યાદગાર બને તેવી હાર્દિક શુભેચ્છાઓ. 💐
🚴♂️ ચાલો, સાયકલિંગ કરીએ… સ્વસ્થ રહીએ… અને દેશને સ્વસ્થ બનાવીએ! 🇮🇳
જય હિન્દ 🇮🇳
જય ભારત 🇮🇳🚩
CyclingForHealth Patan Gujarat JaiHind JaiBharat