Chalo Chale - Let's Go.

Chalo Chale - Let's Go.

Share

This channel /page is regarding tourist, solo trip, group trip and adventures.. trekking, exploring

14/10/2024
05/10/2023
Sar Pass Trek Epi:07 l Last Episode l YHAI l 15/06/2022

નમસ્કાર દોસ્તો,
આજના આ વિડીઓ માં બિસકેરી કેમ્પ થી હિમાલય ના જે સુંદર દ્રશ્યો જોવા મળ્યા તેનું વર્ણન છે. અને ત્યાંથી ભંડક્થાચ(Bhandak Thach ) કેમ્પ સુધી ટ્રેકિંગ અને બીજા દિવસે ભંડક થાચ થી તુલગા ગામ થઇ બરસેની ગામ જવા સુધી નો રસ્તો બતાવેલ છે.
આ રસ્તો સહેલો અને આરામ થી ચાલતા ચાલતા મિત્રો સાથે મસ્તી કરતા કરતા પસાર થઇ જાય છે અને ત્યાંથી બસ કે ટેક્ષી દ્વારા મનીકરણ પહોચી ગરમ પાણી થી ન્હાઈ થાક ઉતારી ફરી કસોલ base camp પહોચી જઈએ છીએ.
આમ અમારી સરપાસ ટ્રેક ની સફર અહી પૂરી થાય છે.
મિત્રો મારી સાથે આપ પણ આ ટ્રેક માં જોડાયા તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. ફરી મળીશું બીજા કોઈ વિડીઓ માં , નવી કોઈ જગ્યા ની મુલાકાત કરવા. ત્યાં સુધી મારા આ વિડીઓ ને વધુમાં વધુ share કરો like કરો અને અમારી આ ચેનલ ને subscribe કરવાનું ભૂલશો નહી.
આભાર,
Chirag Gohel.

Sar Pass Trek Epi:07 l Last Episode l YHAI l Sar Pass Trek Episode -7 l Last Episode l YHAI lનમસ્કાર દોસ્તો,આજના આ વિડીઓ માં બિસકેરી કેમ્પ થી હિમાલય ના જે સુંદર દ્રશ્યો જોવા મળ્યા તેનું વર....

Sar pass | Epi : 06 | Nagaru to Biskeri | Slide | Trekking | YHAI 14/06/2022

નમસ્કાર મિત્રો,
નગારું થી સારપાસ એટલે ૧૨૮૦૦ ફીટ થી ૧૩૮૦૦ ફીટ સુધી નું ચડાણ . આ રસ્તો બરફ થી ઢંકાયેલ અને સીધા ચડાણ વાળો રસ્તો છે. સરપાસ માટે સવારે ૪ વાગે નીકળી જવું પડે છે કેમકે રસ્તો ૧૪ કિમી લાંબો છે અને મોસમ ક્યારે બગડશે એ કઈજ કહી શકાય નહિ. માટે વહેલી સવારે નીકળી જેટલું જલ્દી સરપાસ પહોચી જવાય એટલું સારું.
સરપાસ એટલે સ્વર્ગ થી પણ સુંદર જગ્યા ચારે બાજુ હિમાલય ની પર્વતમાળા અને વચ્ચે એક બરફ આચ્છાદિત મેદાન, મેદાન માં એક બિલકુલ થીજી ગયેલ તળાવ ( સાર ).
સરપાસ થી આગળ બીસકેરી પર્વત આવે છે. જેની ટોચ પર પહોચી નીચે ઉતરવાનું હોય છે. આ જગ્યા પણ ખુબ સુંદર છે. ટોચ પરથી નીચે slide કરી ઉતારવાનું હોય છે. જે અનુભવ ખુબ રોમાંચક રહ્યો. લગભગ ૨ કિમી જેટલી slide કરી અમે નીચે આવ્યા અને ત્યાંથી ફરી ચાલતાં ચાલતા બિસકેરી કેમ્પ જે ૧૧૦૦૦ ફીટ ની ઉચાઈ પર છે ત્યાં પહોચી ગયા.
તો મિત્રો આ વિડીઓ માં અમારી ૧૪ કિમી અને ૧૪ કલાક ની સફર નું વર્ણન છે. આશા છે આપને પસંદ આવશે. પસંદ આવે તો વિડીઓ ને share , like અને ચેનલ ને subscribe ચોક્કસ કરશો.
ફરી મળશું આવતા વિડીઓ માં બિસકેરી થી Bhandak Thach અને ત્યાંથી Barseni ગામ સુધી ની સફર માં..
આભાર,
Chirag Gohel.

Sar pass | Epi : 06 | Nagaru to Biskeri | Slide | Trekking | YHAI

Sarpass Trek||Epi 05|| Ming Thach To Nagaru || YHAI 03/06/2022

નમસ્કાર મિત્રો,
આજ નો આ વિડીઓ સરપાસ ટ્રેક ના ત્રીજા દિવસ નો છે જેમાં અમે મિંગ થાચ થી નગારું કેમ્પ સુધી નું ચડાણ કરીએ છીએ. આ દિવસે અમારે ૧૧૦૦૦ ફીટ થી ૧૨૮૦૦ ફીટ સુધી પહોચવાનું હતું. અને હવે મેદાન પુરા થઈ ગયા, વૃક્ષો પણ દેખાતા બંધ થઇ ગયા, માત્ર કાળમીંઢ પથ્થરો અને તેના ઉપર પથરાયેલ બરફ જ દેખાતો હતો.
આવા પથરાળ રસ્તાઓ ઉપર ચાલતા ચાલતા અમે ઉચાઈ સર કરી રહ્યા હતા. સાથી મિત્રો ની સાથે મજાક મસ્તી અને કેટલાક મસ્ત ગીતો સંભાળતા અમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા હતા. તેવામાં જ અચાનક મોસમ બદલાઈ જાય છે. સુસવાટા મારતો ઠંડો પવન શરુ થઇ જાય છે. અને આકાશ કાળા ડીબાંગ વાદળો થી ઘેરાઈ જાય છે. હજી અમારે ઘણું ચડવાનું બાકી હતું. અને જો વરસાદ ચાલુ થઈ જાય તો આ ચડાણ ખુબ મુશ્કેલ બની જાય. અમે અમારી ગતિ થોડી વધારી પણ પહાડો માં એમ ઝડપ વધારી શકાતી નથી. એક તો હવામાં ઓક્સીજન ઓછો અને ચડાઈ કરવામાં શ્વાસ પણ વધુ ઝડપથી લેવાય માટે થાક પણ જલ્દી લાગે. આમ છતાં અમે વરસાદ ચાલુ થાય તે પહેલા અમારા કેમ્પ ની નજીક પહોચી ગયા અને પછી શરુ થયો સ્નો ફોલ (snow fall ) . લગભગ ૧ કલાક થી વધુ સમય સુધી વરસાદ અને વંટોળ ચાલ્યો. અમે અમારા ટેન્ટ માં પહોચી ગયા હતા. વાતાવરણ ખુબ બગડી ગયું હતું. અમે થાક્યા પણ હતા એટલે આજે વહેલા જ સુઈ ગયા.
આ કેમ્પ પર પાણી બિલકુલ હતું નહી. પીવા માટે પણ નહી અને રાંધવા માટે પણ નહી. આસપાસ માં રહેલા બરફ ને ઓગાળી પાણી ની વ્યવસ્થા કરવી પડતી હતી જે બહુ મુશ્કેલ હતું કારણ કે આટલી ઠંડી માં બરફ ને એકઠો કરવો અને તેને ઓગાળી તેના પાણી થી વાસણ ધોવા, હાથ ધોવા અને પીવા માં ઉપયોગ માં લેવું ખરેખર ખુબ મુશ્કેલ હતું.
દોસ્તો, આ વિડીઓ માં કોઈ ખાસ editing નથી કરેલ જેવો ટ્રેક છે તેવોજ બતાવ્યો છે જેથી આપને આ ટ્રેક ની ખરેખર મજા આવે અને વાતાવરણ ની માહિતી પણ મળે. વિડીઓ લાંબો છે પણ Adventure થી ભરેલો છે તો આશા છે કે આપને જરૂર ગમશે.
આપને પસંદ પડે તો વિડીઓ ને like કરો,share કરો અને અમારી ચેનલ ને subscribe ચોક્કસ કરો.
આભાર.
Chirag Gohel

Sarpass Trek||Epi 05|| Ming Thach To Nagaru || YHAI

Sarpass Trek |Epi:04|Grahan To Mingthach|YHAI 01/06/2022

નમસ્તે દોસ્તો,
પહાડો પરની સવાર અલગ જ તાજગી લઈ ને આવે છે. આજે ગ્રહણ કેમ્પ પર સૂર્યોદય ના દર્શન કર્યા અને સુરજ ના કિરણો થી ચમકતા બરફ આચ્છાદિત હિમાલય ના પણ સુંદર દર્શન થયા. મન પ્રફુલ્લિત થઇ ગયું.
હવે પછી નો ટ્રેક ગ્રહણ થી મીન્ગ્થાચ સુધી નો છે. થાચ નો મતલબ પહાડ પર રહેલ નાનું મેદાન એવો થાય છે. આજે અમારે ૭૦૦૦ ફીટ થી ૧૧૦૦૦ ફીટ સુધી ની ઉચાઈ પર પહોચવાનું હતું. અમે લગભગ સવારે ૯.૩૦ વાગે ચાલવાનું શરુ કર્યું અને બપોરે ૩.૩૦ વાગે મીન થાચ પહોચી ગયા. ટ્રેક માં સીધું ચડાણ હતું અને રસ્તા બહુ જ સાંકડા હતા. મિત્રો અને સાથી ટ્રેકર્સ ના સાથ થી હસી મજાક કરતા કરતા અમે અમારા આજ ના પડાવ પર પહોચી ગયા.
આ સફર જોવા નીચેની લીંક ક્લિક કરો અને વિડીઓ નો આનંદ માંણો.
જો આપને ગમે તો વિડીઓ like કરો અને આપણા મિત્રો માં share કરો.
અમારી ચેનલ ને subscribe ન કરી હોય તો ચોક્કસ કરી દો...
અભાર.
Chirag Gohel.

Sarpass Trek |Epi:04|Grahan To Mingthach|YHAI

kasol to Grahan Trek..||વરસાદ માં ટ્રેકનો પહેલો દિવસ #trekking 29/05/2022

નમસ્તે દોસ્તો,
આજ ના આ વીડિયો માં kasol base camp થી Grahan village સુધી ના trek નું વર્ણન છે..આ trek લગભગ 9 કિમી લાંબો અને 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. trek Grahan nala ની સાથે સાથે ચાલે છે અને સુંદર ઝરણા, પર્વતો, જંગલ, પક્ષીઓ ના કલરવ ની સાથે ચાલવાની ખૂબ મજા આવે છે. વરસાદ આવવાના કારણે trek ઔર સુંદર બની જાય છે.
કસોલ કે જેને "મીની ઈઝરાઈલ " તરીખે પણ ઓળખવા માં આવે છે તે વિવિધ ટ્રેક માટે પણ જાણીતું છે. અહીંથી ઘણા બધા ટ્રેક ની શરૂઆત થાય છે. જેમકે 'ખીર ગંગા ટ્રેક ' જે એક દિવસ નો ટ્રેક છે. આ સિવાય તુલગા અને પુલગા village ટ્રેક, તેમજ ગ્રહણ village ટ્રેક . અહી થી મનીકરણ લગભગ ૪ km ના અંતરે આવેલ છે. જે શીખો નું બહુ મોટું યાત્રાધામ (ગુરુદ્વારા) છે. અહી ગરમ કુંડ માં નાહવા થી થાક દુર થઇ જાય છે.
ગ્રહણ લગભગ ૨૦૦ થી ૩૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે. ગામ માં home stay ઘણા છે અને ઘણા સસ્જેતા ભાવ માં ઉપલબ્ધ છે. આપણ ને પ્રાથમિક સુવિધા ઓ મળી રહે છે. ઘણી જગ્યાએ wi-fi ની સુવિધા પણ મળી રહે છે પણ જો વીજળી ઉપલબ્ધ હોય તો. જમવાનું સાદું લોકલ ફૂડ મળી જાય બાકી મેગી અને momos તો ખરા જ ..
ગામ ના લોકો સરળ અને સારા સ્વભાવના છે અને ખુબ મહેનતુ પણ છે. આટલી ઉચાઇ પર જીવન જરૂરી ચીજો પુરતા પ્રમાણ માં પહોચાડવી તે જેવું તેવું કામ નથી. શિયાળામાં અહી બરફ ની ચાદર પથરાઈ જાય છે. ઠંડી થી બચવા પુરતા પ્રમાણ માં લાકડાનો stock કરી રાખવો પડતો હશે. અમારા આ ટ્રેક દરમિયાન વરસાદ સારા એવા પ્રમાણ માં પડ્યો અને છતાં અમે અમારા નિયમિત સમય માં આ ટ્રેક પૂરો કર્યો.
તો મિત્રો મારા આ વીડિયો ને અંત સુધી જુઓ અને એક સુંદર trek ની આપ પણ મજા માણો..
આભાર.
Chirag Gohel.

kasol to Grahan Trek..||વરસાદ માં ટ્રેકનો પહેલો દિવસ #trekking નમસ્તે દોસ્તો, આજ ના આ વીડિયો માં kasol base camp થી Grahan village સુધી ના trek નું વર્ણન છે..આ trek લગભગ 9 કિમી લાંબો અને 5 થી 6 કલાક જેટલો સમય લ....

26/05/2022

નમસ્કાર મિત્રો,
કોઈ પણ ટ્રેક માં જઈએ ત્યારે ત્યાના વાતાવરણ ને અનુકુળ થવું પડે છે,એમાય જયારે ટ્રેકમાં સરપાસ હોય અને ૧૪૦૦૦ ફીટ ની ઉચાઇ સર કરવાની હોય ત્યારે ખાસ કરી ને આપણા મન અને શરીર બંને ને અનુકુળ બનાવવું પડે છે. ઉચાઈ પર કેટલાક unexpected symptoms દેખાવા લાગે છે. માથું દુખે, ઠંડી વાય, છાતીમાં દુખાવો થાય,ચક્કર આવે અને વગર કારણે ગુસ્સો આવે આવા લક્ષણો અનુભવાય છે. તો આ બધા લક્ષણો થી બચવા આજના દિવસે કસરત અને acclimatization walk કરાવવા માં આવે છે. જેનાથી આપનું શરીર વાતાવરણ સાથે અનુકુલન સ્થાપિત કરે છે.
આજનો આ એપિસોડ માં આ exercise and acclimatization walk અને રાત્રે થતી cultural activity ની રજૂઆત છે. આશા છે કે આપને ચોક્કસ પસંદ આવશે.
જો મારો આ પ્રયાસ આપને પસંદ આવે તો ચેનલ ને subscribe ચોક્કસ કરશો. અને આપના મિત્રો સાથે share પણ ચોક્કસ કરશો.
Chirag Gohel.

https://youtu.be/ulQdx26CH0s

Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Ahmedabad
380002