01/01/2025
સાર
કહી જાણી વાતોના વતેસરનું શું?
કોઈ કહી શકે તો જાણો કે રીતસર નું શું?
દુનિયાના ભપકામાં દેખાય સુંદર બધા,
ચહેરા પાછળ રહેલા વિચારોનું શું?
રાત આખી વીતી ગઈ, નીંદર નો આવી,
મનડા ને પૂછો ને , અવસ્થાનું શું?
કહી જાણી....
એક, બે, ત્રણ, ચાર, કામો સતત આવશે,
જિંદગી તો જીવ્યા, માણ્યા નું શું?
ઈર્ષ્યા ભેગી, ક્રોધ ભેગો, લાલચ ભેગી,
ખબર ત્રણેય મારશે 'દવે', ઈચ્છાઓનું શું?
કહી જાણી વાતોના વતેસરનું શું?
ના કહે તો કંઈ નઈ, આમા "સાર" નું શું?
તિગ્માંશુ દવે
23/09/2021
વાદળ
વરસતો હોય તો વરસી જજે,
એક છાંટોય બાકી રાખતો નઈ,
વાદળ તારી વાદલડીમાં,
કોઈ ભાર બાકી રાખતો નઈ....
વીજળીના પ્રત્યેક કડકામાં,
કોઈ તેજ બાકી રાખતો નઈ,
બળતું હોય તો બળવા દેજે,
કોઈ પાપ બાકી રાખતો નઈ....
ઘરરર ઘરરર કરતા ઘુઘવાટમાં,
એક પડઘો બાકી રાખતો નઈ,
ચકલાં વાંદરા ભલેને બીતા,
કોઈ રૌફ બાકી રાખતો નઈ....
કેટલાંય અરસે 'દવે' લખવા બેઠો,
કોઈ શબ્દ બાકી રાખતો નઈ,
હૈયું બરોબર નીચોવી દેજે,
કોઈ લાગણી બાકી રાખતો નઈ....
- તિગ્માંશુ દવે
05/04/2021
કલમ
પડી જાય આભ આખેઆખું,
કહો, તેને ઝીલશે કોણ?
મુરઝાઇ ગયેલા મન પણ પૂછે,
અમને પાણી દેશે કોણ?
રોજ નીકળે સૂર્ય પૂર્વમાંથી,
કો'ક દિ' જો રજા પાડે,
કહો ત્યાં રહેશે કોણ?
પડાપડી થઈ ગઈ "દવે",
સૂર્ય બની ઝળહળવા,
સંઘર્ષ તાપ સહન કરશે કોણ?
બેસી જાય બધા નેતા બનીને,
સરહદે ખુમારી રહેશે કોણ?
પ્રેમગીત તો સૌ કોઈ લખે,
શૌર્યગીત લખશે કોણ?
મૃત્યુ તો સૌને મળશે,
મરીને જીવિત રહેશે કોણ??
તારુ યુધ્ધ, તુ જ નહિ લડે, "દવે",
તો કલમ ધારદાર ઉઠાવશે કોણ !!?
-- તિગ્માંશુ દવે