શીર્ષક : થાક
©લેખક : કમલેશ જોષી
મારા જિજ્ઞાસુ ભાણીયાએ લેસન કરતા કરતા ‘થાકી ગયો’ની ફરિયાદ કરી. બદલામાં એની મમ્મીએ કહ્યું "લેસન કરવામાં થાકી જાય છે, ક્રિકેટ રમવામાં કેમ નથી થાકી જતો?” મનેય વાત વિચારવા જેવી લાગી. જવાબ ભાણીયાએ જ આપ્યો, "લેસન કરવું મને નથી ગમતું, જયારે ક્રિકેટ તો મારી ફેવરીટ ગેમ છે એટલે તમે કહો તો હું બે કલાક નહીં, આઠ કલાક પણ ક્રિકેટ રમી શકું.” સીધો સાદો મંત્ર. સામાન્ય રીતે કોઈ કાર્યમાં લાગેલી આપણી એનર્જી લૉ લેવલે પહોંચે ત્યારે આપણા તન-મનને જે અહેસાસ થાય એને થાક કહેવાય. પરંતુ ગમતી ઍક્ટિવીટી કરતી વખતે પેલી એનર્જી તેના નિયમ વિરુદ્ધ વર્તન કરતી હશે? લૉ લેવલે પહોંચવાને બદલે હાઈ લેવલે જતી હશે? ઘટવાને બદલે વધતી હશે?
મારા ભાણીયાએ મને પકડ્યો. મેં કહ્યું, "સમજ, આપણી એનર્જી એટલે એક પ્રકારનું પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ ખાલી થાય એટલે ગાડી ઉભી રહી જાય, એમ આપણામાં એનર્જી ખાલી થાય એટલે આપણે ઉભા રહી જઈએ. થાકી જઈએ.” એ તરત બોલ્યો, “પણ લેસન કરવામાં કેમ હું વહેલો થાકી જાઉં છું અને ક્રિકેટમાં નહીં?” મેં કહ્યું, “ગાડીને પણ ઢાળ ચઢવામાં વધુ પેટ્રોલ જોઈએ અને ઢાળ ઉતરવામાં ઓછું. એમ તારા માટે ક્રિકેટ રમવું એ ઢાળ ઉતરવા જેવું અને લેસન કરવું એ ઢાળ ચઢવા જેવું કામ છે એટલે.”
કેટલાક સંબંધો સાચવવામાં આપણે થાકી જઈએ છીએ. કેટલાક પ્રસંગો પાર પાડવામાં આપણે ખલાસ થઈ જઈએ છીએ. કેટલાક વ્યક્તિઓને સંભાળવામાં આપણે અધમૂઆ થઈ જઈએ છીએ. જીવનમાં આવા કપરા ચઢાણ ચઢતી વખતે જે થાકનો અનુભવ થાય છે, એ અસહ્ય હોય છે. મનગમતી વ્યક્તિ ઉતરતા ઢાળ જેવી હોય છે. એની સાથે વીતાવેલી સાંજ આખી જિંદગી એનર્જી આપતી હોય છે. મનગમતી જગ્યાએ કલાકો સુધી બેસી રહીએ તોયે થાક લાગતો નથી. એક મિત્ર ખૂબ પૈસા કમાયો, પણ એના ચહેરા પર સતત ગંભીરતા, અણગમો અને ખીજ આખી જિંદગી રહી. એક સ્પોર્ટ્સમેન મિત્ર બહુ સફળ તો ન થયો પણ એના ચહેરા પર ફ્રેશનેસ, ચમક અને આનંદ હંમેશા રમતા રહ્યા.
કેટલાક શબ્દો જ તમારો થાક ઉતારી દે એવા હોય છે. એક સાસુ-સસરાએ પોતાના પુત્ર અને વહુને કહ્યું, “આટલી બધી મુશ્કેલી છતાં તમે બન્ને ખૂબ સમજદારીથી જીવો છો. ખરેખર તમારા બંને માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ.” ત્યારે પતિ-પત્ની બંનેની ભીતરે અનેરો શક્તિસંચાર થયો. એક પુત્રએ માતા-પિતાને કહ્યું, “મમ્મી, પપ્પા, આઈ લવ યુ. તમે બંનેએ મને ખૂબ સરસ રીતે ઉછેર્યો, આવા સરસ સંસ્કાર આપ્યા, સમજણ આપી, શક્તિ આપી, એ બદલ થેંક્યુ વેરી મચ.” ત્યારે વૃદ્ધ માતાપિતાની થાકી ગયેલી આંખોમાં અનોખી ચમક આવી ગઈ. એક બોસે એના કર્મચારીઓને કહ્યું “કંપની તમને પગાર આપે છે એના કરતા તમે કંપનીને ઘણું વધુ આપો છો. આ કંપની અત્યારે જે કાંઈ છે, એ માટે જેટલો યશ મેનેજમેન્ટને આપીએ એટલા જ યશભાગી તમે સૌ પણ છો.” ત્યારે કમર્ચારીઓની છાતી ગજ ગજ ફૂલવા માંડી. મૌન જેમ એક શક્તિશાળી શસ્ત્ર છે એમ શબ્દો પણ બહુ તાકાતવાન અને મૂલ્યવાન હોય છે. આપણે નક્કી કરુવાનું છે કે આપણે કેવા શબ્દો બોલવા, કોઈને થકવી દે એવા કે કોઈનો થાક ઉતારે એવા.
આપણી પોતાની કેટલીક શરતો હોય છે: માન્યતા, સ્ટાઈલ અને ચોઈસ હોય છે. આ બધા ભેગા મળીને આપણી જિંદગીનો એક મનપસંદ રોડમેપ બને છે. જ્યાં સુધી આ રોડમેપ મુજબ જિંદગી જીવાય છે ત્યાં સુધી થાકનો અનુભવ થતો નથી. જેવા આપણે રસ્તો બદલીએ, કોમ્પ્રોમાઈઝ કરીએ કે ગોટે ચઢીએ છીએ કે તરત જ થાક લાગવો શરુ થઈ જાય છે. કાયદેસર રજા હોવા છતાં અને કોઈએ કહ્યું ન હોય એમ છતાં ઓફિસે જવાની જો તમને ઝંખના જાગે તો તમે સાચા રસ્તે છો. કશું જ દુઃખ ન હોવા છતાં, અને કશું જ માંગવાનું ન હોવા છતાં મંદિરે પ્રભુ દર્શન કરવાની, એકાદ સુંદર ભજન ગાવાની તમને તાલાવેલી લાગે તો તમે સાચા ભક્ત છો. આવો વ્યક્તિ થાકે નહિ એની ચિંતા ખુદ કૃષ્ણ કનૈયો કરતો હોય છે.
મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન કનૈયો પણ ક્યારેક થાક અનુભવતો હશે. આખા ગામને મૂર્ખ બનાવી, છેતરીને, લુંટીને કોઈ વ્યક્તિ જયારે મંદિરના પગથિયાં ચઢતો હશે ત્યારથી જ કાનુડાને કંટાળો ચઢવાનો શરુ થઈ જતો હશે. જયારે કોઈ ગરીબના આંસુ લૂછીને, કોઈ તરસ્યાને જળ પીવડાવીને, કોઈ ભૂખ્યાને ભોજન જમાડીને, કાનુડાની સન્મુખ કોઈ સાધારણ છગન-મગન પણ જઈને ઉભો રહેતો હશે ત્યારે કાનુડાની રગેરગમાં એનર્જીનો સંચાર થતો હશે.
તમારી હાજરીની, શબ્દોની, વિચારોની, હાવભાવની તમારી આસપાસના લોકો પર શી અસર થાય છે? એ લોકો તમને માણે છે કે સહન કરે છે? એના પરથી નક્કી થાય કે તમે જિંદગી સાચી રીતે જીવ્યા કે કોમ્પ્રોમાઈઝ કર્યું? જો જિંદગીનો થાક લાગતો હોય તો સમજી લેજો કે એકાદ ખોટો વળાંક આવી ગયો છે. એક વાર કાનુડાને યાદ કરી, હિમ્મત કરી ફરી સાચો વળાંક લેવામાં મોડું ન કરતા. કાનુડો સાચા રસ્તે જનારની મદદ કરવા હંમેશા વાંસળી વગાડતો અને ખોટા રસ્તે જનાર માટે સુદર્શનચક્ર લઈને ઉભો જ છે.
બસ, શરૂઆત પરિવારજનોનો થાક ઉતરી જાય એવી કરો.. એટલે ભયો ભયો.
હેપ્પી સન્ડે, આવજો.
પ્રેરણા નું પરબ
આપણે બધામાં જીતવાની ક્ષમતા છે.
થોડી હિંમત અને સ્માર્ટનેસની વાર્તાઓ
જીવન માં કયારેક ને કયારેક તમને પ્રેરણા ની જરૂર પડતી હોય છે.ત્યારે તમે પોતાને એકલા સમજો છો.પણ મીત્રો તમે એક્લા નથી .....................
-----બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ****
*******૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.
છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.”
****"વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.
****ડોકટરે છોકરીની માતાને કહ્યુ, ” તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
************"""બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.
વ્હાલા મિત્રો
ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા એક ખુબ સરસ વાકય છે. " ભણતર એક સિંહણ ના દુધ જેવુ છે, જે પીશે એ વિશ્વમાં જ્યા પણ હોય ફક્ત ગર્જના કરશે. "
આ વાક્યનો ખુબ જ ઉંડો અર્થ થાય છે.જો એને ઊંડાણ પુર્વક સમજો તો.
કારકીર્દી વિશેષ માં એક વાત આજે જરુર કરીશ કે કારકીર્દી વિષે વિચાર ક્યારે કરવો?
આપનું બાળક જ્યારે ૮ માં ધોરણ માં હોય ત્યાર થી જ આ બાબત વિષે વિચાર કરવો બહુ જ જરુરી ચે કારણ બાળકને ૮ માં ધોરણ થી જ યોગ્ય તાલીમ આપી શકીશું અને ૩ વર્ષની અંદર એના અભ્યાસ માં શિસ્ત લાવી ને એક આકાર આપી શકવામાં ખુબ જ સરળતા રહે છે.
બાળક ના ભવિષ્ય નો વિચાર સમય સર કરવાથી આપણૅ કારકીર્દી નુ ખુબ જ સરસ પ્લાનીગ કરી શકીશું.
બાળક ની ખાસીયતો અને ખુબીઓ દ્વારા જાણો આપના બાળક ની મનગમતી કારકીર્દી
Dr.Dhiren Malde
Counseling Psychologist
IRIS Anylist , Career Coach
નોંધઃ આ લેખ કોપીરાઇટ કાયદા ને આધીન છે, આ લેખ નો ઉપયોગ લેખક સિવાય અન્ય કરશે તો તેના પર કાનુની પગલા લેવામાં આવશે
© Copyright
Dear friends
There is a very nice verse by Dr. Babasaheb Bhimrao Ambedkar. "Learning is like the milk of a lioness, whoever drinks it will only roar wherever he is in the world."
This sentence has a very deep meaning.
I will need one thing in career special today that when to think about career?
It is very important to think about this matter from the time your child is in the 8th standard because we can give proper training to the child from the 8th standard and within 3 years it is very easy to discipline and shape his studies. .
By taking time to think about the future of the child, we will be able to plan our career very well.
Know your child's favorite career through the characteristics and qualities of the child
Dr.Dhiren Malde
Counseling Psychologist
IRIS Anylist , Career Coach
Note: This article is subject to copyright laws, use of this article by anyone other than the author will result in legal action.
© Copyright
ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીની મજાક કરવા તેની પીઠ પાછળ તેની જાણ બહાર એક કાગળનો ટુકડો ચોંટાડી દીધો જેના પર લખ્યું હતું ' હું મૂર્ખ છું'
ક્લાસના બીજા છોકરાઓને તેણે આ બાબતે કંઈ ન જણાવવાનુ કહ્યું.આખા પીરીયડ દરમિયાન છોકરાઓ સ્ટીકર જોઈને વચ્ચે વચ્ચે હસતાં રહ્યા.
તે બપોરે ગણિતના શિક્ષકે એ એક અઘરો પ્રશ્ન બોર્ડ પર લખ્યો અને ક્લાસ ને તેનો જવાબ પૂછ્યો.
પેલા સ્ટીકર ચોંટાડેલા છોકરા સિવાય કોઈએ હાથ ઉંચો ના કર્યો.
છોકરો બોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બધાં છોકરાઓ તેની પાછળ હસી રહ્યા હતાં. છોકરાએ તરત જ પ્રશ્ન ઉકેલી દીધો
શિક્ષકે આખા ક્લાસને તે છોકરાને તાળીઓ પાડીને વધાવવાનું કહ્યું અને તેની પીઠ પરનું સ્ટીકર કાઢી નાખ્યું. શિક્ષકે પેલા છોકરાને કહ્યું," એવું લાગે છે કે તારી પીઠ પર જે સ્ટીકર લગાવી દીધું છે તેની તને ખબર નથી."
શિક્ષકે પછી ક્લાસ ના બીજા છોકરાઓ તરફ જોઈ ને કહ્યું." હું તમને શિક્ષા કરું તે પહેલા મારે બે વાત કહેવી છે.
" પહેલી વાત, જીવનમાં ઘણા લોકો હંમેશા તમારા પર લેબલ લગાડશે ,તમને હતોત્સાહ કરવા પ્રયત્ન કરશે. તમારા આ સહાધ્યાયીને જો આ સ્ટીકરની ખબર પડી ગઈ હોત તો તે કદાચ નાસીપાસ થઈને આ પ્રશ્નનો જવાબ આપવા ઊભો જ થયો ન હોત. જીવન માં લોકોના બિનજરૂરી અભિપ્રાયો, ટીકાઓથી તમારો આત્મવિશ્વાસ ન ગુમાવતા.તમારી માન્યતા, તમારા ધ્યેય થી ચલિત ન થતા "
"અને બીજી વાત. એ સ્પષ્ટ છે કે આ ક્લાસમાં તમારામાંથી કોઈ તેનો વિશ્વાસુ મિત્ર નથી કે જે આ સ્ટીકર વિશે તેને કહી શક્યો હોત"
"જીવનમાં તમારે મિત્રો હોય તે બહુ જરૂરી છે પરંતુ મિત્રો ની પસંદગી એવી કરવી જે તમારા હિતેચ્છુ હોય,તમને સંકટ સમયે સાથ આપતા હોય."
"ગુસ્સો આવવાનું કારણ શું? ક્યારેક ક્રિયાત્મક, કયારેક પ્રતિક્રિયાત્મક, ક્યારેક અજાણતાં, ક્યારેક ઘટના લક્ષી કે ક્યારેક સ્વભાવગત હોય, પણ ગુસ્સાનું મૂળ શું?"
ગુસ્સાનાં ટ્રિગર પોઇન્ટ ભલે બહારની દુનિયામાં હોય, પણ અન્ય તમામ લાગણીઓની જેમ, તેનું મૂળ આપણા મનની સાથે શરીરમાં હોય છે. વાસ્તવમાં, ગુસ્સાની એક જટિલ શારિરીક-માનસિક પ્રક્રિયા હોય છે. ગુસ્સાની લાગણી, મગજમાં બદામ આકારના amygdala નામના સ્ટ્રકચરમાં જન્મે છે. Amygdalaનું કામ, આપણી સુરક્ષા સામે ખતરો હોય ત્યારે, બચાવમાં જરૂરી પગલાં ભરવા માટે ચેતવણી ઉચ્ચારવાનું છે. તે એલાર્મ સિસ્ટમ છે.
મગજમાં cortex નામનું ટચૂકડું સ્ટ્રકચર, તમામ સંદેશાઓ પર તાર્કીક રીતે વિચારવા અને નિર્ણયો લેવાનું કામ કરે છે. Amygdala એટલું કાર્યક્ષમ હોય છે કે તે cortexને વિચારવાનો સમય મળે તે પહેલાં આપણને કંઇક કરવા માટે ઉશ્કેરી દે છે. લાગણીમાં આંધળા થઈ જવું અથવા વગર વિચારે કામ કરવું આને જ કહે છે.
Amygdala વાતવરણમાંથી સ્ટ્રેસ સૂંઘે છે, cortex એ સ્ટ્રેસનું નિયમન કરે છે. આ બંને વચ્ચેની સંતુલિત જુગલબંધી સ્વસ્થ દિમાગની નિશાની છે.
ગુસ્સો ડર, પીડા કે હતાશા જેવી તીવ્ર અને ગહન લાગણીઓમાંથી પ્રગટે છે. ગુસ્સો સ્ટ્રેસ, જૂના સંતાપ, ભાવનાત્મક આઘાત, બાળપણના અપ્રિય અનુભવો, અત્યાચાર, અસહાય હોવાની લાગણી અથવા માનસિક બીમારીથી પણ જન્મે છે.
એનો અર્થ એ નથી કે ઓટોમેટિક વ્યવહારને લાયસન્સ મળી જાય છે- બહુ બધા લોકો તેમની આક્રમક વૃત્તિને નિયંત્રણમાં રાખતા હોય છે. ગુસ્સાને કેવી રીતે કાબૂમાં રાખવો તે એક સ્કિલ છે અને તેને પ્રયત્નપૂર્વક શીખી શકાય છે. તેને એંગર મેનેજમેન્ટ કહે છે. તમે ધીરજ અને આવડતથી ગુસ્સા માટે જવાબદાર ઈમોશનલ ફિલિંગ અને તેની શારિરીક ઉત્તેજનાને શાંત કરી શકો છો.
આપણે ગુસ્સા માટેનાં ટ્રિગર પોઇન્ટ, જેવાં કે, માણસો, વસ્તુઓ કે માહોલને બદલી નથી શકતા, પરંતુ તેના પ્રત્યેનું આપણું રીએકશન કાબૂમાં કરવાનું શીખી શકીએ છીએ. આપણે આપણા ટ્રિગર પોઇન્ટ્સને ઓળખી લઈને તેનાથી દૂર પણ રહી શકીએ છીએ. આપણે લાગણીઓના માલિક બનવાનું છે, ગુલામ નહીં. લાગણીઓ આપણા કહ્યામાં હોવી જોઈએ, આપણે લાગણીઓના કહ્યામાં નહીં.
*આ msg બધાએ ખાસ વાચવો અને સમજવો. જેને પણ msg લખિયો છે ખુબજ સરસ વાત કરી છે. અને thanks તું મારા કલ્યાણ મિત્ર ને જેને આ msg મને મોકલાવો.*
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
🙋🏼♂️
*બાયો-ક્લૉક*
*એટલે તમારું માઈન્ડ-સેટ*
મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ એ છીએ.
તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ.
આને *Bio-Clock (માઈન્ડ સેટ)* કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીર ને તે પ્રમાણે હુકુમ કરે છે.
આપણે આપણા મનથી આવા ઘણા એલાર્મ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે Set કરી લીધા હશે.
આપણામાંના ઘણા એવું માનતા હોય છે. આપણે ૬૦ વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો ખોટકાવા જ માંડે.
આવી ખોટી માન્યતા ઓ પણ આપણું *Bio clock* આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ, વૃદ્ધત્વ તરફ ધકેલાઈ જઇએ છીએ.
ઘણા લોકો આ ઉંમરે પણ આરામથી મસ્ત જીવતા હોય છે, કારણકે તેમનું *Bio-Clock* તે પ્રમાણે સેટ થયેલું હોય છે.
આપણે પણ આપણું *Bio-clock* એવી રીતે જ set કરીએ કે તંદુરસ્ત જીવન જીવીએ.
આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે.
જયારે કેટલાય મિત્રો ૬૦ ની ઉંમરમાં પણ ખખડી ગયેલા હોય છે.
યાદ રાખો
*Age is only number and Old age is your mind set.*
લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી Tip.
૧.
આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવવું છે. રોજ સવારે *હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધુજ કરી શકું છું, મને કોઇ બીમારી નથી.* આ દસ વખત બારી ની બહાર જોઈને જોર થી બોલો.
આપણા મનમાંથી બધા નકારાત્મક વિચારોને તિલાંજલી આપી દેવાની છે.
ઘણા વિચારે કે,
આ લાંબુ જીવન કોને માટે જીવીએ.?
આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ.?
આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે,
*આપણું નિર્માણ લોકોની સેવા કરવા માટે અને બધાને ઉપયોગી થવા માટેજ થયું છે.*
*આપણે હજી ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને કુદરત ની અમાપ શક્તિનો ધોધ જોઈશે.*
બસ આવી રીતે પોઝિટિવ વિચારવાથી આપણું Bio-clock આપો આપ એવી રીતે set થતું જશે.
એટલે સૌથી પહેલું
Important કામ.
*Throw out negative thoughts from your mind and try to implant positive thoughts*
૨.
*Look Young...*
તમારો દેખાવ અને પહેરવેશ એવો રાખો કે તમે સદા યુવાન લાગો. મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. યોગ્ય સારા ફેશન વાળા કપડા પહેરો. જુના કપડાં ને ઘણા વર્ષો સુંધી ઘસેડ્યા ના કરો. પ્રસંગ પ્રમાણે ખુબ સારી રીતે તૈયાર થઇ ને જાઓ. જાણે તમારો આ ખાશ પ્રસંગ હોય.
૩.
હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. દરોજ્જ ચાલો અને બની શકે તો દોડો. લોકો ને મળવા નું રાખો. લોકો ને મદદ રૂપ થાઓ.
*Be Active*
*Idle mind is devil's workshop.*
૪.
*Keep confidence that your health is improving.*
તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. તેવો આત્મવિશ્વાસ રાખો. રોજ અરીશા માં પોતાને જોઈને ખુશી અનુભવો. ગર્વ કરો કે હું મસ્ત છું.
*Our Mindset Is The Reason For Everything.*
૫.
*Never allow the Bio-clock to set you are ending.*
હંમેશા સારુ જીવન જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર તો કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો. બીમારી તો આવે ને જાય. તંદુરસ્તી ના ઉપાયો છે. સમયસર દવા કરાવો. યોગ્ય ભોજન લો, ખુશી થી આરોગો, જીવવા માટે ખાઓ નહીં કે ખાવા માટે જીવો.
૬.
તમારી જાતને કદી નીચી ના સમજો. તમે ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તેનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. તમારા જીવનના નિયમો તમારા હોવા જોઈએ બીજા એ નક્કી કરેલા નહીં. બીજા શું વિચારશે એની ફિકર કરવાની છોડી દો.
*તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન પણ આપે છે.*
તમારા Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા પોઝિટિવ કમાન્ડ જ આપવાના. તો એની બધી અસર તમારા જીવનમાં ખુબ સરસ થશે.
*આ આખી જિંદગી ની રમત આ માઈન્ડ સેટ (Bio Clock) પર જ છે.*
*તમે જેવો કમાન્ડ્સ તમારા મનને આપશો એવુ તે બહાર લાવશે.*
*ખુશ રહો અને તંદુરસ્ત રહો..મસ્ત રહો, યોગ કરો, રોજ કરો...✍🏼*
*🕉️🙏🕉️🧎🏻🪷🧎🏻*
એક નગરમાં બે ભાઇઓ રહેતા હતા. એક બદમાશ અને દારુડીયો હતો તો બીજો નગરનો પ્રતિષ્ઠિત વેપારી હતો. બધા લોકોને એક જ સવાલ થતો કે બંને ભાઇઓ એક જ પિતાના સંતાન છે, એક જ ઘરમાં મોટા થયા છે, એક જ શાળામાં ભણ્યા છે અને આમ છતા બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે. નગરના એક સજ્જનને આ તફાવતનું કારણ જાણવાની ઇચ્છા થઇ આથી એમણે બંને ભાઇઓને રૂબરૂ મળવાનું નક્કી કર્યુ.
આ સજ્જન પ્રથમ દારુડીયાના ઘરે ગયા. પેલો તો દારુ ઢીંચીને પડ્યો હતો ઘરમાં. સજ્જને તો એના ઘરે જઇને આડીઅવળી વાતો કરવાને બદલે સીધુ જ પુછી નાખ્યુ , “ તમારી આવી ખરાબ પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” દારુડીયાએ કહ્યુ , “ મારી આવી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે ?” સજ્જને કહ્યુ કે “તમે મને સમજાવશો કે તમારી આવી ખરાબ હાલત માટે તમારા પિતા કેમ જવાબદાર છે ?”
પોતાનો બળાપો કાઢતા એ બોલ્યો , “ મારા પિતાને પણ દારુની અને જુગારની આદત હતી. કાયમ દારુ ઢીંચીને આવે અને ઘરમાં ઝગડાઓ થાય એની અસર મારા પર પડી અને હું પણ મારા બાપની જેમ આ દારુના રવાડે ચડી ગયો.”
પેલા સજ્જન હવે ગામના પ્રતિષ્ઠિત વેપારીની ઘરે ગયો અને તેમને પણ આવો જ સવાલ પુછ્યો કે “ તમારી આવી સારી પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે?” નગરના એ વેપારીને એણે જવાબ આપ્યો , “ મારી આ સારી પરિસ્થિતી માટે મારા પિતા જવાબદાર છે.”
જવાબ સાંભળીને સજ્જન ચોંકી ગયા. એક ભાઇની ખરાબ અને બીજા ભાઇની સારી સ્થિતી માટે એના પિતા કેવી રીતે જવાબદાર હોઇ શકે ? એણે જ્યારે આ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યુ ત્યારે વેપારીભાઇએ કહ્યુ , “ મારા પિતાને દારુ અને જુગારની આદત હતી. મેં મારા પિતાની આ સ્થિતી જોઇ ત્યારે જ નક્કી કર્યુ હતુ કે મારે મારા પિતા જેવું જીવન નથી જીવવું. મારે મારા પરિવારને એ તમામ ખુશીઓ આપવી છે જે મારા પિતા એમના પરિવારને નહોતા આપી શકતા અને આજે તમે એનું પરિણામ જોઇ રહ્યા છો.”
જીવનની કોઇપણ ઘટનાને કેવી રીતે મુલવવી તે આપણા હાથની વાત છે. જો નકારાત્મક વિચારવાની ટેવ હશે તો એ આપણને દુ:ખોની ઉંડી ખીણ તરફ લઇ જશે અને જો હકારાત્મક રીતે વિચારવાની ટેવ હશે તો એ આપણને સુખના શિખરો તરફ દોરી જશે. ક્યાં જવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.
કોની સાથે ભાગીદારી કરવી અને કોને વેવાઇ બનાવવો ....
કોઇ ની સાથે ભાગીદારી કરવી કે વેવાઇ બનાવવા એટલે જીંદગીના અમુક વર્ષો આપવા અને સંપતી - સમય અને સંપતી આપવી ...જે આગળ જતા મનદુઃખ ના કારણ બને છે હોશીયાર માણસ તો બધુય ચકાસી ને લે છે પણ સામાન્ય માણસ તો લગભગ લગભગ કોઇ ના કહેવા પર સબંધ બાંધે છે અને ક્યારેક ટાણે કટાણે છેતરાય છે કોઇ ને વેવાઇ ભાગીદાર કરતા પહેલા થોડોક અભ્યાસ કરવો જેમ કે ...
@ રોટલા ની ઉદારતા ÷ જેની સાથે પણ આ સબંધ બાંધો તે પહેલા તેની રોટલા ની ઉદારતા ચકાસો એક બે વાર જાણી કરી ભોજન સમયે જ મળો જો તેના માં રોટલા ની ઉદારતા કે વિવેક ના હોય તો આગળ સબંધ વધારવા નુ માંડી વાળવો ભલે ઇ શિરા પકવાન ના ખવડાવે પણ ઇ ખાય ઇ જ ખવડાવે પણ ખવડાવવા ની હોશ હોવી જોઇએ ...એમ કહે કે અરે પહેલા થી કહ્યુ હત તો ભેગા જમત ને એવી સુફીયાણી સલાહ થી છેટા રેજો અને જો તમારા ઘરે થી ટીફીન આવે તો જો ઘર માં અન્નપુર્ણા બેઠા હોય તો બે જણા જમી શકે એટલુ જ ટીફીન હોય ...
@ ખીસ્સા ની ઉદારતા સાથે પ્રવાસ કરવો - જેની સાથે ઉપરોક્ત સબંધ બાંધવા છે તેની સાથે પ્રવાસ કરવો તે કેવી અગવડ ભોગવી ને સગવડ ભોગવે છે કે આપે છે સમયે ખીસ્સા માં હાથ નાખે છે કૈ ખાલી સારૂ લાગાડવા નો વિવેક જ કરે છે તે ચકાસવુ ... જો 20 રૂપીયા આપવા ના હોય ત્યા 500/1000ની મોટી નોટ જ કાઢે તો સમજવુ કે આ દર્શન જ મોટા છે બાકી કામ આવે તેમ નથી માટે દુર રહેવુ... આમ સબંધ પહેલા નો પ્રવાસ એ આરીસો છે.
@ સબંધ ની ઉદારતા - જો આપણે જેની સાથે સબંધ કરવા ઇચ્છીએ તેના સગા ભાઇ બહેન ના સબંધ કે કુટુંબીજનો સાથે ના સબંધ કોઇ મોટા દેખીતા કારણ સિવાય લાંબા સમય થી બગડેલા હોય અથવા માં બાપ એકલા રહેતા હોય તો તેની સાથે સબંધ ના કરવો જે પોતાના લોહી ના સબંધ માં પણ જતુ કરી ને નમી નથી શકતા તે આપણા સાથે શું કરશે ?
@ સ્વભાવ ની ઉદારતા - જો કોઇ ની સાથે સબંધ કરો તો એ ચકાસ જો કે તેના કામવાળા- પ્રેસ વાળા - છાપા વાળા - શાક વાળા- દુધ વાળા વગરે રોજ સંપર્ક મા આવનારા સાથે ના સબંધ કેવા છે જો તેઓ જ રોજ બદલતા બદલતા રહેતા હોય તો સમજવુ કે અહીં કચકચ વધુ છે અને થોડુ પણ જતું કરવા ની ઉદારતા નથી જેને ત્યાં કામ વાળી બાઇ પગાર લઇ ને પણ ત્રણ મહીના ટકતી ના હોય તેને ત્યાં આપણે કેમ પાત્ર આપવુ કે સબંધ કરવા ?
@ ત્વરીત મદદ કરવા ની ઉદારતા - પાડોશી સાથે ના સબંધ કેવા તેના પર થી મદદ ની ઉદારતા આવે પહેલા ના સમય માં છોકરાઓ પાડોશી ને ત્યાંજ રમતા રમતા જમી ને આવતા હતા જો છોકરાઓ ની બાબત મા કે મેઇન્ટેનન્સ ની બાબત માં પણ તકરાર રહેતી હોય તો જરા બરાબર ચકાસી ને સબંધ કરવા ...
અત્યારે સબંધ કરવો હોય ત્યારે નવુ ઘર - ગાડી બધુ જોવાય છે પણ ઇતો લોન પર મળે છે મુળ છે એડજસ્ટ મેનેજમેન્ટ ની ભાવના ..જોઇ જોઇએ તો ઘણું સારૂ થાય ... નવા વેવાઇ કે ભાગીદાર કરતા આટલી પાયા ની વાત ચકાસવી
સંસાર રામાયણ
સ્વામી સચ્ચિદાનંદજી
*"નાનકડો પ્રસંગ"*
એક દિવસ એક શિક્ષિકાબહેને નવમા ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના કલાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું.દરેક નામની સામે તેમજ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી.
થોડીક ઈંતેજારી પણ થઈ કે બહેન શું કરવા માંગે છે ?શિક્ષિકાબહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થી ના નામની સામે જે-તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકદરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. કલાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકાબહેનને સુપરત કરીને વિદાય લીધી.
અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું તેની યાદી કરી. સોમવારે ફરીથી કલાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળી યાદી આપી. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદ્દગારો સરી પડ્યા.
‘અરે ! ભગવાન ! બધા મારા વિશે આટલું સરસ વિચારે છે ?’‘દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !’ ‘બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…!’
આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્દગારો વ્યક્ત કરતો ગયો.પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવા માં જ નહોતું આવતું !
એ દિવસ પૂરો થયો.ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિશે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું.એટલે બાકીનાં વરસો દરેક જણે એકબીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહિનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.
ઘણાં વરસો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામ સામેની લડાઈમાં માર્યો ગયો.નામ એનું માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર એ જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઊમટી પડ્યા. પેલાં શિક્ષિકાબહેન પણ એમાં સામેલ હતાં.
જ્યારે એમણે અશ્રુભરી આંખે….‘મારા વહાલા વિદ્યાર્થી ! ભગવાન તારા આત્માને શાંતિ અર્પે..’
એમ કહીને કોફિન પર ફૂલ વેર્યાં ત્યારે બાજુમાં ઊભેલ અન્ય એક સૈનિક નજીક આવ્યો.ધીમેથી એણે કહ્યું : ‘શું તમે જ માર્કનાં નવમા ધોરણના કલાસટીચર છો મૅડમ ?’‘ હા. કેમ ?’ શિક્ષિકાબહેનને આશ્ચર્ય થયું.‘ના, કંઈ નહીં.માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો.તમને હંમેશાં એ અતિ આદરથી યાદ કરતો.’ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરૂ થઈ ગઈ.
અંતિમક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા : ‘નમસ્તે ! તમે જ માર્કનાં નવમા ધોરણ ના કલાસટીચર છો ને ?જુઓ,માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો.એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે નવમા ધોરણનાં મારાં અતિઆદરણીય કલાસટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ….’સેલોટેપ વડે ઠેક- ઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું.
કાગળ જોઈને શિક્ષિકાબહેન ગળગળાં થઈ ગયાં.એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે કલાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું.
‘બહેન !’ માર્કની જ બેરેકમાં સાથે રહેતો અન્ય એક સૌનિક બોલ્યો : ‘માર્ક હંમેશાં કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.’
એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવી અને બોલી:‘હા બહેન!મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !’
‘અરે, મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે !’
‘અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક અત્યંત કીમતી ભેટ છે !’ અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ કાગળ કાઢીને બધાને બતાવ્યો. વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ.
આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકાબહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકાબહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યાં.
એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ! બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે.
આપણે હંમેશાં બીજા અંગે વાત કરતાં કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના ! આપણે આપણા મિત્રો, સ્નેહીઓ, તેમજ સગાંવહાલાંઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ,
આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે…
ચાલો, ખૂબ જ મોડું થાય તે પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ !
દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે આપણે એ જ સદગુણોને નજર સમક્ષ રાખવા.
*જાણીતા આર્ટ ડાયરેક્ટર _નીતિન ચંદ્રકાંત દેસાઈએ_ પોતાનું લગભગ 180 કરોડનું દેવું ચૂકવી ન શકવાને કારણે આત્મહત્યા કરી _તે અનુસંધાનમાં પ્રાસંગીક નીચેનો લેખ છે તમને ગમશે._*
*"Out Let"*
▪️લાખો લોકોના જીવ લેનાર ક્રૂર “હિટલરે” આખરે
આત્મહત્યા કરી !
▪️સુંદર વિચારો આપનાર સાને ગુરુજી આત્મહત્યા કરેલ
▪️મનશક્તિ અને મનને મજબૂત કરવાની શિખામણ આપનાર
લોનાવાલાના સ્વામી વિજ્ઞાનાનંદે મંત્રાલયમાંથી કૂદીને
પોતાનો જીવ આપ્યો.
▪️આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાતા અને ઘણાને ટેકો
આપનાર "ભૈયુજી મહારાજ" એ આપઘાત કરેલ
▪️સુશાંત સિંહ રાજપૂતને" હકારાત્મક વિચારસરણીવાળી
ફિલ્મ કરવા છતાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી.
▪️છ-આઠ મહિના પહેલા શીતલ (આમટે) કરજગી જેણે
ડિપ્રેશન સામે કેવી રીતે લડવું તે શીખવ્યું તેનંણે પણ
પોતાનું જીવન સમાપ્ત કર્યુ
▪️નાગપુરના ઉચ્ચ શિક્ષિત, સ્વર્ગસ્થ કુલપતિના પત્ની અને.
રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી
વિભાગના વડા ડો. ડિપ્રેશનના કારણે જયોત્સના મેશરામે
નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
🔺આ ઉદાહરણોમાંથી આપણે શું શીખવું જોઈએ ?
પાણીમાં સ્વિમિંગ કરતું બતક ઉપરથી શાંત લાગે પરંતુ તેના પગ પાણીની નીચે સતત ઝડપભેર ચાલતા હોય છે તે ફક્ત તે જ જાણે છે. આ રીતે બતક શાંતિથી સ્વિમિંગ કરી રહ્યો છે તેવો ડોળ કરી તે પોતાની જાતને તેમજ અન્યને છેતરતો હોય છે.
માણસ ઉપરથી દેખાય તેટલો મજબૂત નથી હોતો. તેના મનમાં કોઈ અલગ જ લાગણી હોઈ શકે છે, જે આપણા સુધી નથી પહોંચી રહી અથવા તે ખુશખુશાલ અને ખુશ ચહેરા પાછળ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આખરે શું...?
બહારથી સુંદર દેખાતા તાજમહેલ નીચે એક કબર છે તે કોઈ જાણી શકતું નથી.
ભય્યુજી મહારાજની આત્મહત્યા બાદ એબીપી માજા ચેનલે ચર્ચા કરી હતી. તેમાં બોલતા ભય્યુજી મહારાજના મિત્ર - શ્રી. અશોક વાનખેડેએ માનવ સ્વભાવનું ખૂબ જ સારું પાસું કહ્યું. ભૈયુજી મહારાજ પોતે આધ્યાત્મિક ગુરુ ખરા પણ હતા પરંતુ તેમની પાસે તેમના મનમાં રહેલા તણાવને બહાર કાઢવા માટે કોઈ આઉટલેટ નહોતું. ડૉ. શિતલ આમટે (બાબા આમટેની પૌત્રી - તે ભૈયુ મહારાજા જેવી જ નીકળી.)
શું આ આઉટલેટ એટલું મહત્વનું છે ?
હા
જો કરોડો રૂપિયા ખર્ચીને પાણી માટે વિશાળ ડેમ બાંધવામાં આવે અને ધારો કે તેને આઉટલેટ ન આપવામાં આવે તો શું થશે ? ડેમ ચોક્કસ ફૂટશે.
માનવ શરીર એ વિવિધ પાંચ તત્વોથી બનેલું "ડેમ" છે. જો આ શરીરમાં વધુ પડતી સમસ્યા ઉદ્ભવતા ભૌતિક બંધ તૂટી જશે
મુંબઈ કેમ પડી ભાંગી રહ્યું છે કારણ કે પર્યાપ્ત આઉટલેટ્સ રહ્યા નથી. શહેર શું કે શરીર બધાને સરખો નિયમ લાગુ પડે છે
તેથી તમારું આઉટલેટ હંમેશા ખુલ્લું રાખો.
તમારા પ્રશ્નોને વ્યક્ત કરો આઉટલેટનો ઉપયોગ કરીને તમારી સમસ્યાઓ તમારા લોકો સમક્ષ વ્યક્ત કરો. તમારા હૃદયના આઉટલેટને ખોલવા માટે ધ્યાનની પ્રેક્ટિસ કરો અને જો શક્ય હોય તો વિશ્વનું સૌથી મોટું *આઉટલેટ* ખોલો એટલે કે તમારી આંખો. આંસુના બંધને તૂટવા દો... તેના વહેણમાં વહેવા દો.. તણાવ, ઉદાસી, ઉપેક્ષાને…….
પંખા પર લટકીને માથા પર પિસ્તોલની ગોળી મારવી એ કોઈ ઉકેલ નથી, પણ તે પરિવારના અન્ય સભ્યો માટે મુશ્કેલી નોતરે છે
*એટલે જ મિત્ર નામના ખભાનો સહારો લો, તમારા મનને મુક્ત કરો. કુટુંબ અને મિત્રોનો શ્રેષ્ઠ _આઉટલેટ_ તરીકે ઉપયોગ કરો.*
*_હસો ! બોલો ! રડો, લડાવો !_ ટેન્શનથી !મુક્ત બનો..!*
કાળજી રાખજો
જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી *_मिस यू ના બદલે_ ᴡɪᴛʜ ʏᴏᴜ*, કહો.
*સ્નેહને સજીવન રાખવા _સ્વાર્થને છોડવો,_ અન્યમાં વિશ્વાસ ઊભો કરો, માનને નિરાંતે જીવો*
*🙏બધા મિત્રોને સમર્પિત🙏*
આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ
લેખ 625 તા 20/7/23
પદ્મનાભ સ્વામી મંદિર
તિરુવનંતપુરમ
કેરળ
*****************
દુનિયાનું સૌથી ધનિક મંદિર, આ મંદિરની કુલ સંપત્તિ છે 2 લાખ કરોડ રૂપિયા. જાણો ક્યાં આવેલું છે.
કેરળના તિરુવનંતપુરમમાં ભગવાન વિષ્ણુને સમર્પિત પદ્મનાભ સ્વામી મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર હોવાનું કહેવાય છે. આ મંદિરની કુલ સંપત્તિ 2 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ધનિકોની સાથે સાથે તેની ગણતરી વિશ્વના સૌથી રહસ્યમય મંદિરોમાં થાય છે. એવું કહેવાય છે કે ભારતને દુનિયાના કોઈ પણ ખૂણામાં એવો પરફેક્ટ માણસ મળ્યો નથી જે તેનું રહસ્ય ઉકેલી શકે.
કહેવાય છે કે આ મંદિર 6ઠ્ઠી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું, જેનો ઉલ્લેખ 9મી સદીના ગ્રંથોમાં પણ છે. આ પછી, 18મી સદીમાં, આ મંદિર ત્રાવણકોરના રાજવી પરિવાર દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું. ભારતીય સંઘમાં વિલીનીકરણ પહેલા રાજવી પરિવારે 1947 સુધી દક્ષિણ કેરળ અને નજીકના તમિલનાડુના ભાગો પર શાસન કર્યું. આઝાદી પછી પણ, મંદિરનું સંચાલન અને સંચાલન રાજવી પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે પદ્મનાભ મંદિરની ગણતરી વિશ્વના સૌથી રહસ્યમય મંદિરોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે જો આ મંદિર કોઈપણ રીતે ખોલવામાં આવે છે, તો તેનો નાશ થઈ શકે છે. કહેવાય છે કે આ મંદિરમાં 7 ભોંયરાઓ છે, હજારો વર્ષો પહેલા ત્રાવણકોરના મહારાજાએ આ ભોંયરાઓમાં કિંમતી ખજાનો છુપાવ્યો હતો. ત્યારથી કોઈએ આ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો નથી અને તે શ્રાપિત માનવામાં આવે છે.
આ મંદિરના 7માં દરવાજાનું રહસ્ય શું છે?
આ મંદિરનો 7મો દરવાજો આજે પણ લોકો માટે રહસ્યનો વિષય છે. કહેવાય છે કે હજારો વર્ષો પહેલા ખજાનાની શોધ કરતી વખતે કેટલાક લોકોએ 7મો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝેરી સાપના કરડવાથી બધા મૃત્યુ પામ્યા હતા. આ દરવાજો સ્ટીલનો બનેલો છે. તેના પર બે સાપ છે, જે આ દ્વારનું રક્ષણ કરે છે. તેમાં કોઈ નટ અથવા બોલ્ટ્સ નથી. અમુક મંત્રોનો પાઠ કરીને જ આ દરવાજો ખોલી શકાય છે. તે ‘નાગ બંધમ’ અથવા ‘નાગ પશમ’ મંત્રોનો ઉપયોગ કરીને બંધ કરાય છે.
એવું કહેવાય છે કે જ્યારે 15મી સદીમાં પોર્ટુગીઝ વેપાર માટે ભારત આવ્યા ત્યારે ત્રાવણકોરના મહારાજા માર્થાન્ડા વર્માએ પોર્ટુગીઝ દરિયાઈ કાફલો અને તેની તિજોરી કબજે કરી હતી. આ સમય દરમિયાન યુરોપિયનો પણ મસાલાના વેપાર માટે ભારતમાં આવતા હતા. દરમિયાન, ત્રાવણકોરના મહારાજા માર્થાન્ડા વર્માએ આ ધંધો અજમાવ્યો હતો અને તેમને મસાલાના વેપારથી ઘણો નફો પણ મળ્યો હતો. આ દરમિયાન, તેણે પોતાની અને સમગ્ર રાજ્યની સંપત્તિ મંદિરના ભોંયરામાં રાખી હતી.
ભોંયરામાંથી 1 લાખ કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા
1991માં ત્રાવણકોરના છેલ્લા મહારાજા બલરામ વર્માના મૃત્યુ પછી, 2007માં, સુંદરરાજન નામના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીએ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજવી પરિવારની સત્તાને પડકારી હતી. આ પછી, વર્ષ 2011માં, સુપ્રીમ કોર્ટે બેઝમેન્ટ ખોલીને તિજોરીની વિગતો તૈયાર કરવા સૂચના આપી હતી. 27 જૂન, 2011ના રોજ, ભોંયરામાં ખોલવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 1 લાખ કરોડ રૂપિયાના હીરા અને દાગીના મળી આવ્યા હતા. આ દરમિયાન જ્યારે ટીમે મંદિરનો 7મો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે દરવાજા પર કોબ્રા સાપની તસવીર જોઈને કામ બંધ કરી દેવામાં આવ્યું.
ઇતિહાસકારોનું કહેવું છે કે હાલમાં આ મંદિરની તિજોરીમાં 2 લાખ કરોડનું સોનું છે. પરંતુ વાસ્તવમાં તેની અંદાજિત રકમ આના કરતા 10 ગણી વધારે છે. આ ખજાનામાં સોના -ચાંદીના દાગીના, હીરા, નીલમણિ, માણેક, કિંમતી પત્થરો, સોનાના શિલ્પો જેવી ઘણી કિંમતી વસ્તુઓ છે, જેની વાસ્તવિક કિંમતનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.
આ મંદિરમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે મહિલાઓએ મુંડુ એટલે કે ખાસ પ્રકારની ધોતી પહેરવી પડે છે. સલવાર કમીઝ પહેરીને આવતી મહિલાઓને તેમના ઉપર ધોતી પહેરીને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે. મહિલાઓ અને પુરુષો બંનેને ધોતી પહેર્યા વિના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Dahisar