Meeta's Yoga, Reiki & Naturopathy

Meeta's Yoga, Reiki & Naturopathy

Share

Yoga is a spiritual science of self realization.

Meeta's Yoga focuses on various styles of yoga that combines physical postures, breathing techniques, and meditation or relaxation

31/08/2020
23/08/2020

Yoga/Pranayama & Kadhas helps to fight with all dieases.

We're very happy to introduce our first product that is "Yogic Ukalo", which is really needed in everyone's life to stay healthy.

Contact us for Yogic khada made with natural herbs of best quality, which has helped people to boost immunity.

22/08/2020

Keep calm, we are launching our first product tomorrow to keep you healthy and happy everytime

18/07/2020

Heal dieases naturally using Reiki energy healing @ Meeta's Yoga, Reiki & Naturopathy Center

26/05/2020

🧘***પ્રાણાયામ***🧘

પ્રાણ આપણી જીવનશક્તિ...

અન્ન અને પાણી વિના ચલાવી શકાય છે પરંતુ પ્રાણ વિના એક સેકન્ડ પણ જીવી શકાતું નથી.
આ માટે જ બધા જીવો ને પ્રાણી કહ્યા છે.
જેને પ્રાણ ધારણ કરેલ છે એ પ્રાણી...

પ્રાણાયામ :
સામાન્ય મનુષ્ય ની રીતે જોઈએ તો જે બધાજ સમજી શકે એવો અર્થ -
પ્રાણ: જીવનશક્તિ
આયામ: વિસ્તાર કરવો કે લંબાવવું

પ્રાણાયામ નો અર્થ છે શ્વાસોશ્વાસ ની ગતિ નો ગતિવિચ્છેદ કરી એક સરખો રિધમ માં લઇ આવવો.
સંગીત ના બધાજ વાદ્ય આપણી પાસે હોય તેને તમે ટકોર કરો તો ધ્વનિનાદ તો થવાનો જ છે. પરંતુ જેને સા રે ગા મા પ ધ ની સા ના સાત સૂર એના પર બેસાડતા આવડતા હોય તો એ ધ્વનિનાદ મધુર અને કર્ણપ્રિય બની જાય.
એવી જ રીતે પ્રાણ ને મસ્ત બનાવવો હોય અને જીવનને મધુર રોગપ્રતિકાર બનાવવું હોય તો પ્રાણાયામ ની ભૂમિકા ખુબજ જરૂરી છે.

પ્રાણશક્તિ :
જીવન નો આનંદ - જીવનસંચાર (જીવનમાં શાંતિ) લાવે છે.

પ્રાણ નો સંબંધ મન સાથે છે, મન નો બુદ્ધિ સાથે છે, બુદ્ધિ નો ચિત્ત સાથે છે, ચિત્ત નો આત્મા સાથે અને આત્મા નો પરમાત્મા સાથે આ એકબીજા સાથે એકબીજાની સાંકળ ને યોગ કહે છે. માટે પ્રાણાયામ ની સૌથી મહત્વની ભૂમિકા છે.
પ્રાણાયામ થી શરીરના દોષો (વિકારો) દૂર થાય છે.
ચિત્ત ની વૃત્તિઓ પર વિજય મેળવી શકાય છે.
આપણા ઋષિમુનિઓ પણ બધા જ ગ્રંથોમાં આનો ઉલ્લેખ કરી ચુક્યા છે.

જેવી રીતે શરીર ને ચોખ્ખું રાખવા માટે સ્નાન ની જરૂર છે, ઘર-શેરી-શહેર ને ચોખ્ખું રાખવા માટે યોગ્ય સ્વછતા ની જરૂર છે એવી જ રીતે મન-ચિત્ત-આત્મા ની શુદ્ધિ માટે પ્રાણાયામ ની જરૂર છે.

પ્રાણાયામ ની આ સાવ સામાન્ય ઓળખ છે જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ એમ એમ પરમની પ્રાપ્તિ નો રસ્તો મળે છે.

"જીવન તો બધા ને મળે છે શ્વાસ બધા ને મળે છે પણ એ શ્વાસ ને ઉધ્વગમન કરાવી સુષુમ્ણા ને કપાળ માં મધ્યભાગ માં સ્થાપિત કરે એ જ સાચું છે.

પ્રાણાયામ ના ફાયદા : (જનરલ)
- શ્વાસોશ્વાસ ની ગતિ ને નિયમન મળે છે.
- મન અને શરીર શાંત થાય છે.
- ચિત્ત પ્રસન્નતતા અનુભવે છે.
- અશુદ્ધ હવા ફેફસા માંથી બહાર નીકળી જાય છે.
- શુદ્ધ હવા ભરાય છે, શરીર માં ઓક્સિજનનું પ્રમાણ વધવાથી શરીર તાજગી અનુભવે છે.
- શ્વસનતંત્ર સ્વચ્છ થાય છે. વાયુવાહીની ની કાર્યક્ષમતા વધે છે.
- યાદશક્તિ, વિચારશક્તિ, સ્મરણશક્તિ ની કાર્યક્ષમતા વધે છે.
- શરીર ના અંદર ના અંગો ની કામ કરવાની કાર્યક્ષમતા માં વધારો થાય છે.
- ચરબી ઘટે છે. મેટાબોલિઝમ નું પ્રમાણ વધે છે.
- જીભ ઉપર કાબુ આવે છે (ખોરાક બાબતે).
- આળસ, અનિંદ્રા, અતિનિંદ્રા દૂર થાય છે.
- મન ની એકાગ્રતા વધે છે. ચિત્ત ની વૃત્તિઓ શાંત થાય છે.
- આધ્યાત્મિક શક્તિ વધે છે ધ્યાન તથા સમાધિ માં જેને આગળ જવું હોય તેને તેની પ્રાપ્તિ થાય છે.
- પ્રાણાયામ કરવાથી તન-મન ના બધા જ રોગનો નાશ થાય છે.

પ્રાણાયામ નો સમય જરૂરી છે કે ગમે ત્યારે થઈ શકે ?
- શક્ય હોય ત્યાં સુધી સવારના સમય માં કરવા જોઈએ.
- અથવા સાંજ ના સમયે પણ અમુક પ્રાણાયામ કરી શકાય છે.
- શાંત અને સ્વચ્છ વાતાવરણ માં પ્રાણાયામ કરવા જોઈએ.
- સુખાસન, સિદ્ધાસન, પદ્માસન કે જે આસન માં લાંબો સમય બેસી શકીયે તે આસન માં પ્રાણાયામ કરવા હિતાવહ છે વારંવાર આસન બદલવું જોઈએ નહિ.
- રોજ નિયમિત સમયે જ પ્રાણાયામ કરવા જોઈએ.
- પ્રાણાયામ યોગ્ય ગુરુ પાસે જ શીખી ને કરવા જોઈએ.
- પુરક અને રેચક બરાબર થાય પછી જ સાધકે કુંભક તરફ આગળ પ્રયાણ કરવું જોઈએ.
- અમુક બીમારીમાં અમુક પ્રાણાયામ કરી શકાતા નથી તેથી પૂર્ણ જાણકારી સિવાય ક્યારેય કોઈનું સાંભળી શરીર પર પ્રયોગ કરવા જોઈએ નહિ.
- પ્રાણાયામ દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે તેની જાણકારી હોવી જોઈએ.

પ્રાણ નું સ્થાન નાભિ માં છે . પ્રાણાયામ થી નવું જીવન મળે છે. જીવન જીવવાની રાહ મળે છે. એક આનંદ મળે છે જે આનંદ આંતરિક હોય છે. ગમે એવી મુશ્કેલી માં જો પ્રાણ પર નિયમન હશે તો હસતા હસતા ટકી જશો. આપણા ઋષિમુનિઓ એ, શ્રી કૃષ્ણ ભગવાને ભગવત ગીતાજીમાં પણ પ્રાણ ના નિયમન નો ઉલ્લેખ કર્યો છે.

હવે જે આ નવી નવી બીમારીઓ આવે છે એમાં જો તમે પ્રાણાયામ કરો તો બીમારી થી બચી શકો - જીતી શકો. હવે તો ભારત સરકાર, આપણો આયુષ ડિપાર્ટમેન્ટ પણ પ્રાણાયામ ની સલાહ આપે છે. ૨૧ જુન યોગા ડે તરીકે આખું વિશ્વ મનાવે છે તો આપણે આપણી સંસ્કૃતિ ને જાળવી નહિ શકીએ તો બીજું શું કરીશું?
કોરોના જેવી મહાવિનાશક બીમારી પર પણ પ્રાણાયામ વિજય મેળવી શકે છે.

તો ચાલો વ્રત લઈએ કે એક દિવસ પણ એવો નહિ જાય કે આપણે પ્રાણાયામ નહિ કરીયે..ખુશ રહો..તંદુરસ્ત રહો..અને બધી જ કામિયાબી ની સીડી ચડો..પ્રાણાયામ કરો..

હિમાલય ના શિખરો પણ સર કરી શકો છો..
પ્રાણાયામ કરો ન આવડતા હોય તો શીખો પણ પ્રાણાયામ કરો..

18/05/2020

*****શિરોધારા*****

શિરોધારા નામ સાંભળતા જ થાય છે કે શિર (માથા) નો અગ્રભાગ - (ધારા) કોઈ પણ પ્રવાહી પદાર્થ ની એક સરખી ધાર કરવી. હા તો આ સત્ય છે, સાચું છે. મસ્તક પર એક સરખી પ્રવાહીની ધાર ને શિરોધારા ના નામે ઓળખાય છે.

શિરોધારા :
સંસ્કૃત શબ્દ છે. {શિરસ} નો અર્થ થાય માથું.
ધારા એટલે એક સરખો પ્રવાહ.
પંચકર્મ માં સૌથી મહત્વનો ભાગ હોય તો શિરોધારા છે.
શિરોધારા વિધિપૂર્વક કરવામાં આવે તો પૂરેપૂરું પંચકર્મ સફળ થાય છે.

રીત :
હુંફાળા મેડિકેટેડ તેલથી કપાળથી બંને લમણાં સુધી ધીમી ધારે ધાર કરવામાં આવે છે.
આમા ૪૦ થી ૫૦ મિનિટ અને યોગ્ય થેરાપી ચોક્કસ લઇ રહિયા હોય તો ૭૦ થી ૯૦ મિનિટ સુધી આ પ્રક્રિયા કરવામાં આવે છે.
આમા ધૃત ઘી, તેલ, દૂધ, છાસ તથા પાણી થી પણ થઈ શકે છે.
આ પછી પ્રોપર ૧૫ મિનિટ મસાજ આપવામાં આવે છે.

બધા જ રોગ નું મૂળ વિચારો છે અને આ જ વિચારો ને માનસિક તણાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ચિંતા, વિચારવાયુ ના નામ થી આપણે જાણીયે છીએ.
આ બધા માંથી શિરોધારા મુક્તિ અપાવે છે અને અલૌકિક શાંતિ આપે છે. માનસિક શાંતિ મળવાથી વાત, કફ, પિત્ત નું બેલેન્સ થવાથી ચેતાતંત્ર શાંત થાય છે.

ફાયદા:
- મન અને વિચારો ને શાંત કરે છે.
- અનિંદ્રા, થાક, ચિંતા, માથાનો દુખાવો, માઈગ્રેન, રૂમેટિઝમ, હાઈપરટેંશન, અસ્થમા, વાળ ની તમામ સમસ્યામાં ઉપયોગી છે.
- માનસિક શાંતિ થાય છે, નકારાત્મક ભાવ દુર થાય છે.
- મગજ ને લગતી કોઈ પણ બીમારી માં એલોપેથી દવા ની સાથે આ શિરોધારા ખુબજ ઝડપથી સારા પરિણામો મળ્યા છે.
- અલ્ઝાઇમર, સીઝોફેનિયા, કોઈ પણ પ્રકાર ના ફોબિયા(ભય) બધા માં ફાયદો થાય છે.
- જીવન જીવવાની નવી રાહ બતાવે છે.
- પિટ્યૂટરી ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ ને ઉતેજીત કરે છે તેમાંથી રાસાયણિક સ્ત્રાવ ઝરે છે જે આપણને આનંદ માં રાખે છે.
- ખેંચ આવવી (આંચકી) માં ફાયદાકારક છે
- યાદશક્તિ માં વધારો થાય છે.

શિરોધારા પંચકર્મ નો ભાગ છે?
પૌરાણિક છે ?
અત્યારે આજ ના યુગ માં ? 🙂

આજકાલ વાળ (કેશ સૌંદર્ય) માટે લોકો સ્ત્રીઓ કે પુરુષો હજારો રૂપિયા ખર્ચે છે.
પહેલાના જમાનામાં પણ વાળ પ્રત્યે બધા વધુ ધ્યાન આપતા.
આખા શરીર નું સૌંદર્ય કે {અરીસો} વાળ છે.
વાળ ઉપરથી જ માણસ ની પ્રકૃતિ જાણી શકાય છે.
વાળ ઉપરથી તેની જીવનશૈલી જાણી શકાય છે.
મોટા પાર્લરોમાં વાળના ચળકાટ માટે જે ખર્ચ કરીએ છીએ તેમાં હેર સ્પા - જેમાં પ્રોટીન થેરાપી કરવામાં આવે છે જે લાંબા સમય સુધી રહેતી નથી અને શિરોધારા જેટલા ફાયદા પણ હોતા નથી.

શિરોધારા વાળનો જથ્થો વધારે છે, અકાળે વાળ સફેદ થતા અટકાવે છે, ખોળા ને દુર કરે છે અને મન શાંત કરે છે

આટલા ફાયદા છે છતાં આપણે કેમ આપણી સંસ્કૃતિ થી દુર થઈ ને જે વિદેશો માં જેના પર બેન્ડ છે કેરેટિન જેવી થેરાપી એમાં આપણા જ કેશ નું સૌંદર્ય બાગાડીયે છીએ.

શિરોધારા વિશે લખીએ એટલું ઓછું છે ચાલુ શિરોધારા એ લોકો ટેબલ પર ઘસઘસાટ ઊંઘતા જોયા છે બસ તો આથી વધુ શું જોઈએ...

આવો પાછા સ્વદેશી તરફ વળીયે યોગ, નેચરોપેથી, આયુર્વેદ અપનાવીએ...

લેખક :
મીતાબા બી. રાથૌર

09/05/2020

Life of women...

Want your business to be the top-listed Gym/sports Facility in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Flat No. 1, Ashwamegh Complex, Jalaram 2 Corner, University Road
Rajkot
360005

Opening Hours

Monday 7am - 11am
4pm - 6pm
Tuesday 7am - 11am
4pm - 6pm
Wednesday 7am - 11am
4pm - 6pm
Thursday 7am - 11am
4pm - 6pm
Friday 7am - 11am
4pm - 6pm